આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે તથા સી.જી.સોલંકી (પોલીસ ઇન્સ્પેકટર ધાનેરા પો.સ્ટે.) જિલ્લામાં દારૂના કેસો શોધી કાઢવા માટે સુચના કરતા પો.સ.ઇ. વી.જી.પજાપતિ, ઇશ્વરભાઇ હરસિંગાભાઇ, વિજયસિંહ સોમસિંહ, અરજણજી સ્વરૂપાજી, મનોજસિંહ રામસિંહ, રમેશભાઇ કચરાભાઇ સહિત પોલીસ સ્ટાફના માણસો નાકાબંધીમાં હતા.

આ દરમ્યાન એડાલ ગામની સીમમાં આઇ-૧૦ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરની પેટી-૧૧, બોટલ-ર૪૦ કિ.૧,રર,પ૬૦નો કબજે કરાયો હતો. સમગ્ર ઘટનામાં ગાડીના ચાલક શ્રવણસિંહ અગરસિંહ દેવડા તથા મલારામ તોલાજી કોળી રહે. જાખડી, તા. રાણીવાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code