ધાનેરા: માલગાડીમાં કુદી આધેડ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાના ધાનેરા રેલ્વે સ્ટેશને બુધવારે એક આધેડ મહિલાએ માલગાડીમાં કુદી આપધાતનો પ્રયાસ કર્યો હતો. ધાનેરા રેલ્વે સ્ટેશને બુધવારે બપોરે એક આધેડ મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા માટે માલગાડીમાં કુદકો મારી દીધો હતો. જોકે તે મહિલાને તાત્કાલિક ધાનેરા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ આધેડ મહિલા છેડીવાડા ગામની હોવાનું ખુલ્યુ
Mar 13, 2019, 17:42 IST
અટલ સમાચાર,ડીસા
બનાસકાંઠાના ધાનેરા રેલ્વે સ્ટેશને બુધવારે એક આધેડ મહિલાએ માલગાડીમાં કુદી આપધાતનો પ્રયાસ કર્યો હતો. ધાનેરા રેલ્વે સ્ટેશને બુધવારે બપોરે એક આધેડ મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા માટે માલગાડીમાં કુદકો મારી દીધો હતો.
જોકે તે મહિલાને તાત્કાલિક ધાનેરા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ આધેડ મહિલા છેડીવાડા ગામની હોવાનું ખુલ્યુ છે.