આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠામાં તાજેતરમાં જ આખલાના યુધ્ધમાં એક મહિલાને જીવ ખોવાનો વારો આવ્યો હતો. તો વળી રવિવારે ધાનેરાની પ્રગતિ નગર સોસાયટીમાં આખલાના યુધ્ધમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ધાનેરા શહેરમાં રખડતા ઢોરોનો આંતક વધતા રાહદારીઓ ભોગ બની રહ્યા છે. રવિવારે ધાનેરાની પ્રગતિ નગર સોસાયટીમાં બે આખલાના ઝઘડામાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હાથે ફેક્ચર અને મોઢાના ભાગે ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. મહત્વનું છે કે, આ અગાઉ પણ શિવાજી પાર્કમાં પણ અન્ય બે લોકોને પણ આખલાએ ઇજા ગ્રસ્ત કર્યા હતા. આ સોસાયટીમાં સ્કૂલ પણ આવેલી છે જેથી આખલા કયારેક કોઈક બાળકને પણ નુકસાન પહોંચાડવાની શકયતા વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે. રવિવારે બનેલી ઘટનાના પરિણામે પ્રગતિ નગર સોસાયટીના રહીશોના જીવ તાળવે બંધાયા હતા. જો નગરપાલિકા દ્રારા આખલાઓને અન્ય પાંજરાપોળમાં ખસેડવામાં આવે તો ભવિષ્યમાં બનનારી મોટી દુર્ઘટના થી બચી શકાય એમ છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે વહીવટીતંત્ર કયારે જાગે છે એ તો આવનારો સમય જ બતાવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code