આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ધાનેરામાં સોમવારે સિપાઈ મુસ્લિમ સમાજની એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં ફેલાઈ રહેલી બદીઓ અને ખોટા કામોને રોકવા માટે એક સંગઠન બનવામાં આવ્યું હતું. અને સિપાઈ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ નાના મોટા સૌની રજા મંદીથી સમાજના અલગ અલગ કામો માટે આગેવાનોની નિમણુંક કરી જવાબદારી આપવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ઇકબાલ ભાઇ અલ્લારખા બેલીમ અને ઉપ પ્રમુખ તરીકે સુલતાન ખાન મહંમદ ખાન પઠાણ, સાહીદખાન ઇસ્માઇલ ખાન બેલીમ તેમજ યુસુફખાન (ઈકુબભાઈ)મહંમદ ખાન બેલીમની નિમણુંક કરવામાં આવી હતી.

આ સાથે મંત્રી તરીકે ઇમતીયાઝ ખાન લશ્કર ખાન બેલીમ , સહમંત્રી તરીકે મુમતાઝ ખાન મહંમદ ખાન બલૉચ,સંગઠન મંત્રી તરીકે મહેબૂબ ખાન નુરમહંમદ બેલીમ, ખજાનચી તરીકે ઝાકીરખાન હાજીખાન ચૌહાણ , ઈદરીશભાઈ શબ્બીર ખાન મોગલ, મોઈનુદ્દીન બચુભાઈ બેલીમ અને મીરખાન શબ્બીરખાન પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code