આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

સોમવારે બનાસકાંઠાના ધાનેરા તાલુકા પંચાયતના બજેટ બાબતે ૧૧-૦૦ કલાકે બેઠક બોલાવવામાં આવી હતી. મહત્વનું છે કે, બેઠકમાં આવેલ તમામ ભાજપના સભ્યોએ તાલુકા પંચાયત બહાર બેઠક યોજી હતી. જો કે ત્યાર પછી તાલુકા પંચાયતના ૨૫ સભ્યો પૈકીના ૧૭ સભ્યો હાજર રહ્યા હતા. અંદાજે ૧ વાગ્યે સભાની શરૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ નુ અંદાજપત્ર તેમજ વર્ષ ૨૦૧૮-૧૯ નુ સુધારેલ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતુ. અને જેમાં ખર્ચ અને આવકના આંકડાઓ તાલુકા પંચાયતના હિસાબનિશ દ્વારા વાંચી સંભળાવ્યા હતા.

જોકે મહત્વનું છે કે, આંકડાની માયાજાળમાં અડધા ઉપરના સભ્યોને ખબર પણ પડી નહોતી. તેમજ અધિકારીઓને પણ આ બાબતે જીલ્લા પંચાયતના સદસ્ય રિંકુજી ઠાકોરે પુછતા તેઓ પણ આ માયાજાળ જાણી શક્યા નહોતા. જેથી સભામાં આ બાબતે હળવા હાસ્ય જેવો માહોલ રહ્યો હતો. અને સભ્યોએ તમામની હાકલ માં હાકલ કરીને સર્વાનુમતે આ અંદાજપત્રને મંજુર કરવામાં આવ્યુ હતુ. આ અંદાજપત્રમાં જોતા ગત વર્ષના અંદાજપત્રની બેઠી કોપી કરવામાં આવી હતી. જેમાં એક પણ રુપિયાનો સુધારો કરેલ જોવા મળ્યો ન હતો. હાલમાં ૪૪ લાખની ગ્રાન્ટ નો જે મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો તે બાબતે પણ તાલુકા વિકાસ અધિકારીને જણાવતાં તેઓએ તે બાબતે સમયાંતરે ચર્ચા કરવાની વાત કરી હતી. તેમજ તાલુકા પંચાતયમાં થતા ખર્ચના અહેવાલ દર મહીને કારોબારીમાં મુકવા માટે પણ જનરલ બોર્ડમાં તાકીદ કરવામાં આવી હતી.

આ અંગે ધાનેરા ઇ.ચા. તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ ત્રિવેદી એ જણાવેલ કે સભામાં તમામ સભ્યો પૈકીના ૧૭ હાજર રહ્યા હતા અને તમામની હાજરીમાં રુ. ૯,૭૭,૪૫,૪૧૦/- ની પુરાંતવાળુ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code