આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ધાનેરા બેલીમ વાસના રહેવાસી મહમ્મદખાન સિપાઈની પુત્રી તાસ્લિમબાનુંના લગન પાલનપુર નિવાસી અલતાફભાઈ સિપાઈ સાથે થયા હતા. પરંતુ અલ્તાફ દ્વારા તાસ્લિમબાનુને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા આખરે તાસ્લિમબાનુંએ ધાનેરાની કોર્ટમાં એમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે કેસ છેલ્લા ઘણા સમયથી ધાનેરાની કોર્ટમાં ચલાવામાં આવી રહ્યો હતો.

આ સમગ્ર કેસ ધાનેરા કોર્ટ ભરણ પોષણ મંજુર કરી સામે પક્ષને ભરણ પોસણ ભરવાનો હુકમ કરેલ હતો. પરંતુ સામે વાળા અલતાફભાઈ જુલ્ફીખાન સિપાઈ રહે પાલનપુર વાળા નિયમિત ભરણ પોસણ ના ભરી સકતા ભરણ પોસણની 31 મહિનાની ચડેલી રકમ રૂપિયા 1,39,500 જમા ના કરાવતા ધાનેરાની કોર્ટ માં કેસ ચાલી જતા એડવોકેટ મહેન્દ્ર અવસ્થિની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા આરોપી અલ્તાફને 210 દિવસની સજા ફટકારવામાં આવી હતી અને આરોપીને જેલ માં હવાલે કરવામાં આવ્યો હતો.

23 Sep 2020, 6:00 AM (GMT)

COVID-19 Global Stats

31,783,958 Total Cases
975,472 Death Cases
23,400,905 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code