ધાનેરા: ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં
 
ધાનેરા: ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિવસે કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે. જેનાં અનુસંધાનમાં વર્ષ ૨૦૧૨નો વિષય છે “હરિત અર્થતંત્ર’’. એટલે કે એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય.

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્ત્વને સ્વીકારતાં વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજે પણ તેના શિલાલેખોમાં જોવા મળે છે. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્યસપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્ત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું જોઈએ. પર્યાવરણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે.ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે.

રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.

આ વ્રુક્ષારોપણ કાર્યક્રમમાં મહિલા પાંખના સંયોજીકા નિતાબેન પટેલ અને સહ સંયોજીકામાં સરલાબેન ચૌહાણ અને વ્રુષાલીબેન પંચાલ અને તેમની ટીમે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.