ધાનેરાઃ બ્રહ્મસંસ્કાર શિક્ષણ વર્ગની શિબિર મહાદેવજીના સાંનિધ્યમાં યોજાઇ
અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) આજે ધાનેરામાં કાર્યરત બ્રહ્મસંસ્કાર શિક્ષણ વર્ગ જેમાં બાળકોને નિત્ય દિનચર્યા, પરીવાર પ્રબોધન, મહાપુરૂષો તેમજ સંતોની કથાઓ, આપણો ઐતિહાસીક વારસો, રાજામહારાજાઓનું જીવન ચરિત્ર તેમજ આપણા હિંદુ સંસ્કૃતિના મહાકાવ્યોની સમજૂતી આપવામાં આવે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં આવેલ ખારાના ધોરાના ભુરેશ્વર મહાદેવ” જી ના મંદિરે
Dec 30, 2019, 12:49 IST

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)
આજે ધાનેરામાં કાર્યરત બ્રહ્મસંસ્કાર શિક્ષણ વર્ગ જેમાં બાળકોને નિત્ય દિનચર્યા, પરીવાર પ્રબોધન, મહાપુરૂષો તેમજ સંતોની કથાઓ, આપણો ઐતિહાસીક વારસો, રાજામહારાજાઓનું જીવન ચરિત્ર તેમજ આપણા હિંદુ સંસ્કૃતિના મહાકાવ્યોની સમજૂતી આપવામાં આવે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં આવેલ ખારાના ધોરાના ભુરેશ્વર મહાદેવ” જી ના મંદિરે બ્રહ્મસંસ્કાર શિક્ષણ વર્ગના તમામ બાળકોને અર્ધદિવસીય પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. અને બાળકોને “ભગવાન શ્રી મહાદેવજી” ના મહાત્મયને સમજાવવામાં આવ્યું હતું. તેમજ આપણી “ભુલાયેલી રમત” રમી બાળકોના ઉત્સાહમાં વધારો કરી સાથે સાથે પવિત્ર સ્થળ ઉપર બિરાજમાન “શ્રી ગિરનારી બાપજી” ના આર્શિવાદ તેમજ અમૃત વચન પ્રાપ્ત કર્યું હતું.