આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ, ડીસા (દશરથ ઠાકોર, અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના શીયા ગામે પતિએ પોતાની પત્નીનું કાશળ કાઢતા ચકચાર મચી ગઇ છે.  યુવાને અગમ્ય કારણોસર પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતાં ગામમાં આક્રોશ ફેલાયો છે. ગામલોકોએ પળવારમાં આરોપીને પકડી ધાનેરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ગામે સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો છે. મણિગર ગોસ્વામી નામના યુવકે કોઈ કારણસર પત્નીની હત્યા કરી નાખી હતી. પોતાની અર્ધાંગિની સાથેની ઘૃણાસ્પદ ઘટનાથી પંથકમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે ગામલોકોને જાણ થતાં આરોપીને પોલીસ આવે તે પહેલાં ગણતરીના સમયમાં પકડી લીધો હતો.

મૃતક મહિલાની લાશ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર બાબતે પોલીસે આરોપી પતિને પકડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code