ધાનેરા: શું પોલીસની મિલીભગતી ચાલે છે વરલી મટકાનો જુગાર ?

અટલ સમાચાર,ધાનેરા રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. ગામમાં પાનના ગલ્લાની માફક ગલીએ-ગલીએ વરલી કિંગો ડાયરી પેન અને મોબાઈલ લઈને વરલી મટકા લખતા જોવા મળે છે. અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા
 
ધાનેરા: શું પોલીસની મિલીભગતી ચાલે છે વરલી મટકાનો જુગાર ?

અટલ સમાચાર,ધાનેરા

રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. ગામમાં પાનના ગલ્લાની માફક ગલીએ-ગલીએ વરલી કિંગો ડાયરી પેન અને મોબાઈલ લઈને વરલી મટકા લખતા જોવા મળે છે. અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.

ધાનેરા શહેર આમ તો ડુપ્લીકેટ માલ સમાન માટે અને સરકારી ઓફિસમાં ભ્રષ્ટાચારથી કામ કરવા માટે તો બદનામ છે. તો વળી, આ બદનામીમાં ચાર ચાંદ લગાવતા હોય તેમ વરલી મટકાનો જુગાર પણ ખુલ્લેઆમ ચાલી રહયો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.

ધાનેરાના કેટલાક લેભાગુ લબરમુછીયા યુવાનો જે ખરેખર આ ઉમરમાં અભ્યાસ કરવા જોઈએ એના બદલે હાલથી જ બરબાદીના રસ્તે ચડી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં બસ સ્ટેન્ડની આજુબાજુ અડ્ડો જમાવીને બેઠેલા કેટલાક લેભાગુ તત્વો આવનારી જનતાને એક ના 10 ગણા કરી આપવાની લાલચે મુસાફર જનતાને પણ વરલી જુગારના રવાડે ચડાવી બરબાદ કરી કર્યા છે. આટલું બધું ખુલ્લેઆમ થવા છતાં પણ પોલીસ મુકપ્રેક્ષક બનીને બધું ચલાવી રાખવાનું સ્થાનિકો જણાવી રહયા છે. તેમજ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્યુરો પણ આંખ આડા કાન કરીને બેસી રહયુ હોવાનું પણ લોકો જણાવી રહયા છે. સ્થાનિકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે, ધાનેરા બસ સ્ટેન્ડની આજુબાજુ ડાયરી અને મોબાઈલ ફોન લઈને ફરતા વરલી કિંગો નહીં દેખાતા હોય ? કે પછી પોલીસ તંત્ર આ બધું જાણી જોઈને જોવા નથી માંગતી ? કે પછી આ વરલી કિંગો પોલીસ ને માસિક મહેનતાણું આપી દે છે?

સ્થાનિકોએ જણાવી રહયા છે કે જો જીલ્લા પોલીસ વડા આ બાબતે અંગત રસ લઇ તપાસ કરે તો ધાનેરાને આ અસામાજીક બદીમાંથી છુટકારો મળી શકે છે.