આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા I/C પો.ઈન્સ.પી.એલ.વાઘેલા એલ.સી.બી.પાલનપુરના માર્ગદર્શન મુજબ એન.એન.પરમાર પો.સ.ઈ. એલ.સી.બી., એલ.સી.બી. સ્ટાફના ભરતભાઈ, ધેગાજી, મીલનદાસની ટિમે ધાનેરા પો.સ્ટે વિસ્તારમાં ધાનેરા ટાઉનમાં બાતમી હકીકત આધારે વરલી મટકાની રેઇડ કરતાં ચાર ઈસમોને પકડી પાડયા હતા.

બનાસકાંઠા એલસીબી સ્ટાફે બાતમીને આધારે ધાનેરા ટાઉનમાં રેડ કરી તનવિર મહોમદ બેલીમ રહે.ધાનેરા બેલીમવાસ તા.ધાનેરા, ફારુકભાઈ મહેમુદભાઈ સાઈ રહે. ઉમિયા નગર સોસાયટી તા.ધાનેરા, અમિરખાન મહેબૂબખાન મેવાતી રહે.ધાનેરા લાધાપુરા તા.ધાનેરા અને ઈરફાનખાન યાસીનખાન બેલીમ રહે. બેલીમવાસ તા.ધાનેરા ની અટકાયત કરી છે. પોલીસને એમની પાસેથી જુગારના સાહિત્ય સાથે કુલ કી.રૂ 10,330 નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસ રેડ દરમ્યાન ઇર્ષાદખાન યુસુફખાન બેલીમ રહે.ધાનેરા તા.ધાનેરા અને સાજીદખાન સોરબખાન બેલીમ રહે. બેલીમવાસ તા.ધાનેરા વાળો હાજર ન મળી આવી ગુનો કરેલ હોઇ તમામ વિરૂધ્ધ ધાનેરા પો.સ્ટે. કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code