આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠામાં હમણાંથી ચોરીની ઘટનાઓમાં થોડી રાહત મળતા બાદ ફરી એકવાર બનાસકાંઠા જીલ્લામાં ચોરીના બનાવોમાં ફરી નોંધપાત્ર વધારો જોવા મળયો છે. બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે અસામાજીક તત્વોએ બે મકાનના તાળા તોડી લાખોની રકમ લૂંટી ફરાર થઇ જવા પામ્યા હોવાની ચર્ચા સ્થાનિકો કરી રહયા છે. હાલ ભારત અને પાકીસ્તાનની સ્થિતિ જોતા જીલ્લા પોલીસ બંદોબસ્તમાં હોવાથી ચોર તત્વોને મોકળું મેદાન મળી ગયુ છે.

ચોરી કરવા આવેલા શખ્સોનું બાઇક

ધાનેરાના નેનાવા ગામે ગત મોડી રાત્રે ચોર તત્વો બાઇક લઇને આવ્યા હતા અને નેનાવા ગામના બે ઘરને નિશાન બનાવ્યા હતા. પરંતુ આજુબાજુના લોકો જાગી જતા ચોરો પોતાનું બાઇક મુકીને ફરાર થઇ ગયા હતા. જોકે, હાલ ધાનેરા પોલીસે સ્થળ પર જઇ બાઇકનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code