આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરા પંથકમાં હમણાંથી તસ્કરો બેફામ બની બિન્દાસ ચોરી કરી રહ્યા છે. અમુક જગ્યાના તો સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે પરંતુ હજી તે આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ ગતરાત્રીએ ધાનેરાના ગોકુલનગરના એકસાથે ચાર મકાનના તાળા તોડી તસ્કરો ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં ચોર તત્વોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. ધાનેરાની ગોકુલનગર સોસાયટીમાં એકસાથે ચાર મકાનોએ પોતાના ટાર્ગેટ બનાવ્યા હતા. આ પહેલા પણ પંથકમાં વારંવાર ચોરીની ઘટનાઓ સામે આવી છે. તમામની ફરીયાદો પણ ધાનેરા પોલીસ મથકે નોંધાયેલી છે. અમુક ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છતાં આરોપીઓ હજી સુધી પોલીસ પકડથી દૂર છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધાનેરા પોલીસ સ્ટેશનમાં ટુંકાગાળામાં ત્રણ-ત્રણ પી.આઇ બદલાયા છે. આમ છતાં પણ આ ચોર તત્વોને પોલીસ પકડી શકી નથી. સ્થાનિકો હાલતો નવા આવેલા પી.આઇ. ચૌધરી સામે આશાની મીટી માંડીને બેઠા છે. પી.આઇ. કડક બની આવા ચોરતત્વોને પકડે તો આગામી સમયમાં આવા ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code