ધાનેરાનો પ્રથમ ઠક્કર જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં અવ્વલ

અટલ સમાચાર, ધાનેરા ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષ લેવાતી ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષામાં ધાનેરા વિવેકાનંદ વિદ્યાલયમાં ધો.11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બાજી મારી છે. પ્રથમ પ્રવીણભાઈ ઠક્કરે ભાગ લઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ તા.25-12-2018ના રોજ માલગઢ મુકામે યોજાયેલ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યો હતો. આ સાથે તા.6-1-2019 ના રોજ ડીસા ખાતે યોજાયેલ
 
ધાનેરાનો પ્રથમ ઠક્કર જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં અવ્વલ

અટલ સમાચાર, ધાનેરા
ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષ લેવાતી ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષામાં ધાનેરા વિવેકાનંદ વિદ્યાલયમાં ધો.11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બાજી મારી છે. પ્રથમ પ્રવીણભાઈ ઠક્કરે ભાગ લઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ તા.25-12-2018ના રોજ માલગઢ મુકામે યોજાયેલ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યો હતો. આ સાથે તા.6-1-2019 ના રોજ ડીસા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની પરીક્ષામાં પણ 50 માંથી 43 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાંથી પ્રથમ નંબરે આવતા ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં વિવેકાનંદ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.