આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠામાં રવિ સીઝનના વાવેતરમાં જીરૂ-રાયડો સહિતના પાકો માટે વાવેતર કરી દીધુ છે.
બનાસકાંઠાના ધાનેરા ખાતે સોમવારે સવારે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા જગતનો તાત ચિંતિત જોવા મળયો છે. તો વળી જુદી-જુદી જગ્યા વરસાદના છાંટા પડવાથી ખેડુતોના પાકને પણ નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સોમવારે સવારે અચાનક વાદળછાયા વાતાવરણ સાથે ઠંડો પવન ફુંકાતા વરસાદી માહોલ સર્જાયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code