આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠાની ધાનેરા તાલુકા પંચાયત ભાજપ હસ્તક છે. જોકે હાલ ભાજપ હસ્તક તાલુકા પંચાયતમાં સ્ત્રીસશકિતકરણની વાતો સાથે પ્રમુખ તરીકેની જવાબદારી દક્ષા બેનને સોંપવામાં આવી હતી. પરંતુ તેમના પતિ દિનેશભાઇ જ બધો વહીવટ કરતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે મહત્વનું છે કે આ અગાઉ ધાનેરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પ્રમુખની ખુરશી પર બેઠા હોય તેવો વિડીયો પણ વાયરલ પણ થયો હતો.

 ધાનેરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દક્ષાબેનના પતિ બધો વહીવટ કરતા હોવાને લઇ હાલ ધાનેરાનું રાજકારણ ગરમાયુ છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર મહિલા પ્રમુખ દક્ષાબેન ઓફીસ હાજર રહેતા નથી અને તેમના પતિ જ બધો વ્યવહાર અને બધી મિટીંગોમાં હાજર રહેતા હોય છે. જોકે સ્થાનિકો કહી રહયા છે કે, શું ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી ઘ્વારા આ બિનઅધિકૃત વ્યકિતને બેસાડવાનો હકક શું સરકારે આપ્યો છે ? તો વળી આ અગાઉ પણ ઘણી મીટીંગોમાં પ્રાંતઅધિકારી ,ધારાસભ્ય તેમજ ટીડીઓ સાથે મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ મીટીંગ કરતા જોવા મળ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. જો કે જોવાનું એ રહે છે કે, નવા આવેલા મહિલા તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઇ આદેશ આપે છે કે નહી ?

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code