આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠાના ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદનો ૨૦૧૯નો દાયિત્વગ્રહણ સમારોહ ૨૮/૪/૨૦૧૯ને રવિવારની રાત્રે ધાનેરાની એપલફૂડ રેસ્ટોરન્ટમાં યોજાયો હતો. જેમાં નૂતન કારોબારીના પ્રમુખ નવીનભાઇ પટેલ, મંત્રી નરેશભાઇ જોષી, ઉપપ્રમુખ શાસ્ત્રી સત્યમભાઈ ત્રિવેદી, જગદીશભાઈ મેવાડા, સહમંત્રી મયુરભાઈ ત્રિવેદી, મહેશભાઈ ત્રિવેદી, ખજાનચી ભાવેશભાઈ પ્રજાપતિ, મહિલા પાંખના સંયોજીકામાં નિતાબેન પટેલ, સહ સંયોજીકામાં સરલાબેન ચૌહાણ, વ્રુષાલીબેન પંચાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોનું શરણાઈ અને કુમકુમ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રમુખ ડૉ.લાખાભાઇ પ્રજાપતિએ આવકાર પ્રવચન કર્યુ અને પૂર્વ મંત્રી શાસ્ત્રી સત્યમભાઈ ત્રિવેદીએ છેલ્લા વર્ષના પોતાના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કાર્યક્રમનું માર્ગદર્શન આપ્યું હતું .

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભેરૂમલ કાકા (સામાજીક અગ્રણી રામદેવપીર, ધાનેરા) અને રામજીભાઈ ડી. રાજગોર (એડવોકેટ, ધાનેરા) તથા વિશેષ ઉપસ્થિતિશમાં જયેશભાઇ જી. પટેલ (પ્રમુખ, ગુજરાત ઉતર પ્રાંત) અરવિંદભાઈ તુવર (પૂર્વ પ્રમુખ ગુજરાત ઉતર પ્રાંત) માધુભાઇ ભિમાણી (વિભાગીય મંત્રી બી.કે.) હિતેશભાઈ ત્રિવેદી (અભ્યાસ વર્ગ સંયોજક) ચેનસિંહભાઈ સોલંકી (પારિવારિક કાર્યક્રમ સંયોજક) તથા ધાનેરાના આગેવાનો અને ભા.વિ.પ.ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code