આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

બનાસકાંઠાના ધાનેરા ખાતે મંગળવારે બ્રહ્મસમાજની કુળદેવી વરુણાચી દેવીનો રજત જ્યંતી મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. જે બે દિવસ મહોત્સવ સમાજના હજારો લોકોએ માં ના દર્શન કરી અને મહોત્સવમાં હાજરી આપી ને ધન્યતા અનુભવી હતી.

ધાનેરા ખાતે માતાજીના પ્રાગણમાં યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાત્રે ભાતીગળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે માતાજીની શોભાયાત્રા ધાનેરા નગરના રાજમાર્ગ પર ફરી હતી. આ શોભાયાત્રાનું અન્ય સમાજના આગેવાનો દ્રારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજ ના લોકો આ શોભાયાત્રામાં જોડાઈને શહેરના દરેક માર્ગને માં ની ભક્તિમય બનાવી દીધું હતું.

સમગ્ર શોભાયાત્રામાં ધાનેરા પોલીસ ન પણ સંપૂર્ણ સહકાર જોવા મળ્યો હતો. સતત બે દિવસ ચાલતા આ મહોત્સવમાં બ્રહ્મ સમાજના અનેક લોકોએ હાજરી આપીને માં ઉપર આસ્થા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code