ધાનેરાઃતસ્કરો બેફામ, પ્રજા ભયભીત, પોલીસ મૂકપ્રેક્ષક

અટલ સમાચાર, ડીસા, મહેસાણા પોલીસની નિષ્ક્રીયતાથી તસ્કરો માટે ધાનેરા મીઠું મધ સાબિત થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે એક બાદ એક ચોરી થઇ રહી છે ત્યારે લોકોનું જીવવું પણ હરામ થઇ ગયું છે. બીજી તરફ ધાનેરા પોલીસ ફરિયાદના બદલે માત્ર અરજી લઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેથી પંથકમાં પોલીસ પ્રત્યે
 
ધાનેરાઃતસ્કરો બેફામ, પ્રજા ભયભીત, પોલીસ મૂકપ્રેક્ષક

અટલ સમાચાર, ડીસા, મહેસાણા

પોલીસની  નિષ્ક્રીયતાથી તસ્કરો માટે ધાનેરા મીઠું મધ સાબિત થઈ રહ્યું છે

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે એક બાદ એક ચોરી થઇ રહી છે ત્યારે લોકોનું જીવવું પણ હરામ થઇ ગયું છે. બીજી તરફ ધાનેરા પોલીસ ફરિયાદના બદલે માત્ર અરજી લઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેથી પંથકમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. અરજદારો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે ધાનેરા પોલીસ કાર્યવાહી નહિ કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

Video:

ધાનેરા પોલીસ મથકની હદમાં આવતા નેનાવા અને ધાખા ગામે લાખો રૂપિયાની ચોરી થયેલ હતી. અરજદાર ધાનેરા પોલીસ મથકે ધર્મધક્કા ખાતો જોવા મળી રહ્યો છે. ધાખા ગામમાં ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરંતુ પોલીસ ચોરો સુધી પહોંચી શકી નથી. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં આવેલા નેનાવા ગામમાં ગત દિવસઓએ બે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. જે અંગેની ધાનેરા પોલીસે આજસુધી ફરિયાદ લીધી નથી. જૈન પરિવારના મકાનમાંથી એક લાખની કેસ સાથે દોઠ લાખના દાગીનાની ચોરી કરી તસ્કરો ભાગી જવામાં સફળ થયા છે.

ધાનેરાઃતસ્કરો બેફામ, પ્રજા ભયભીત, પોલીસ મૂકપ્રેક્ષકધાનેરા પોલીસ હંમેશા સધન સુરક્ષા ના દાવા કરતી હોય છે પણ એક જ મહિનામાં ધાનેરા તાલુકામાં બાર કરતા વધુ ચોરીઓ થતા પોલીસની આબરુ ધૂળધાણી બની જવા પામી છે. નેનાવા ગામના લોકો પોલીસ પર આક્ષેપ કર્યો છે કે ચોરીઓની ઘટના છતાં હજુ સુધી કડક પગલાં પોલીસ દ્વારા લેવાયા નથી. પોલીસ એફ.આઈ.આર પણ ન લેતા લોકો નારજગી વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે ત્યારે કાર્યવાહી કરવામાં ઢીલ વર્તાતા પ્રજાની કફોડી હાલતમાં મુકાઈ છે.

કાર્યવાહી નહી થાય તો જિલ્લા વડાને રજૂઆત કરીશુંઃઅરજદાર

નેનાવા ગામના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિના અનેક ચોરીઓ થઇ છે પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અરજદાર જયારે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદના બદલે માત્ર અરજી લઈ રહી છે. અને તપાસ ચાલુ છે ની બડાશો મારે છે. ત્યારે હવે અરજદારોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. આખરે અરજદારો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે ધાનેરા પોલીસ કાર્યવાહી નહિ કરે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું.

ગત દિવસોએ ધાનેરામાં નીચેની જગ્યાઓએ ચોરી થઈ

1. રાજેશકુમાર રેવાભાઈ ખાતરીના ઘરે
2. શાહ હસમુખભાઈ વર્ધીચંદના બે ઘરે
3. રાહુલભાઈ શાહના ઘરે
4. ઇન્દ્રપુરી મહારાજના મંદિરે
5. રામાપીરના મંદિરે
6. મહાકાળી માતાના મંદિરે
7. જૈન દેરાસરમાં
8. મામા બાપજીના મંદિરે
9. પ્રવીણભાઈ મોદી ધાખા
10. કેવદાભાઈ મોદી ધાખા
11. મગરવાની શાળામાં
12. બનાસબેંકના તાળા તૂટ્યા
13. ધાનેરા કરિયાણાની દુકાનમાં