આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા

ગુરૂવારે પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જેટલા સૈનિકની યાદમાં અને એમના માન સમ્માન માટે શુકવારે ધાનેરા ખાતે શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા અગ્રવાલ 3 રસ્તા, વલાણી બાગ રોડ, નગરપાલિકા ચોક થઈ લાલ ચોક સુધી ફરી હતી. તેમજ આ યાત્રામાં મોટી સંખ્યામાં ધાનેરા નગરજનો જોડાયા હતા. ગુરુવારના રોજ કશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓનાં કાયરાનાં હુમલામાં દેશનાં ૪૪ સપૂત શહિદ થયાં હતાં. આતંકવાદીના આ કાયરાનાં હરકત થી દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.


ધાનેરામા પણ શુકવારે સાંજના સમયે ગામ લોકો એક જગ્યા ભેગા થયા હતાં. અને જેમા ૨ મિનીટ નું મૌન પાળી શહીદો ને શ્રધ્ધાંજલિ આપી હતી.

જો જરૂર પડે તો ધાનેરાના લોકો પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે પુરે પુરી તૈયારી બતાવી હતી. તેમજ
તેની સાથે સાથે ગામનાં લોકોમા એક જનઆક્રોશ પણ જોવા મળ્યો હતો. આતંકવાદીઓને ઇંટનો જવાબ પત્થરથી આપવા જનમાંગ ઉઠી હતી..

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code