આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ગેરકાયદેસર દારૂ ઘુસાડતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. બુટલેગરો પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરવા અવનવા કિમિયા અપનાવતા હોય છે. ધાનેરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મેવાડા ગામ પાસે 2 લાખ કરતા વધુનો દારૂ ઝડપી પાડયો છે.

ધાનેરા પી.આઇ. સોલંકીએ બાતમીને આધારે દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવી હતી. આ દરમ્યાન શંકાસ્પદ પીકઅપ ડાલું આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ડાલું ભગાવી મુકયુ હતુ. જેને લઇ ધાનેરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 2 લાખ કરતા વધુનો દારૂ ઝડપી પાડયો છે. પોલીસે 2 લાખના દારૂ સહિત 4 લાખ નો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code