ધાનેરા: રાષ્ટ્રિય કિસાન સંઘના પ્રમુખ-મંત્રીની વરણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર(રામજી રાયગોર) બનાસકાંઠાના ધાનેરા ખાતે બુધવારે રાષ્ટ્રિય કિસાન સંગઠનની કારોબારી સમિતિની બેઠક જીલ્લા પ્રભારીની હાજરીમાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને હોદ્દેદારો હાજર રહયા હતા. મિટીંગમાં અને રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરા નવિન પ્રમુખ/મંત્રીની નિમણુંક બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારી સમિતીમાં ચર્ચા વિચારણા કર્યા બાદ સતત ખેડૂતોની ચિંતા કરતાં વી.કે.કાગની રાષ્ટ્રીય કિસાન
 
ધાનેરા: રાષ્ટ્રિય કિસાન સંઘના પ્રમુખ-મંત્રીની વરણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર(રામજી રાયગોર)

બનાસકાંઠાના ધાનેરા ખાતે બુધવારે રાષ્ટ્રિય કિસાન સંગઠનની કારોબારી સમિતિની બેઠક જીલ્લા પ્રભારીની હાજરીમાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને હોદ્દેદારો હાજર રહયા હતા. મિટીંગમાં અને રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરા નવિન પ્રમુખ/મંત્રીની નિમણુંક બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કારોબારી સમિતીમાં ચર્ચા વિચારણા કર્યા બાદ સતત ખેડૂતોની ચિંતા કરતાં વી.કે.કાગની રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરાના પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે નવાભાઈ પી.મુજી તેમજ જીલ્લા સદસ્ય તરીકે કાળુભાઇ તરકની નિમણુંક કરવામાં આવી હતી. તેથી ધાનેરાના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો.