ધાનેરા: પાલિકાની ફાયર સેફ્ટી મામલે લાલ આંખ, 3 દિવસમાં NOC લેવાની તાકીદ કરી

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) સુરતમાં આગની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વહીવટીતંત્રના આદેશને પગલે પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે.ધાનેરા નગરપાલિકાએ શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ નોટીસો ફટકારી છે. ધાનેરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી સામે આંખ આડા કાન કરી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, ખાનગી સંસ્થાઓ, હોસ્ટેલ, મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ, ખાનગી બિલ્ડીંગ
 
ધાનેરા: પાલિકાની ફાયર સેફ્ટી મામલે લાલ આંખ, 3 દિવસમાં NOC લેવાની તાકીદ કરી

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

સુરતમાં આગની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વહીવટીતંત્રના આદેશને પગલે પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે.ધાનેરા નગરપાલિકાએ શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ નોટીસો ફટકારી છે.

ધાનેરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી સામે આંખ આડા કાન કરી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, ખાનગી સંસ્થાઓ, હોસ્ટેલ, મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ, ખાનગી બિલ્ડીંગ ઊભી થઈ છે. સુરતની ઘટના બાદ આદેશ મળતાં ધાનેરા પાલિકાએ તપાસ શરૂ કરી છે. પાલિકાએ 3 દિવસમાં NOC લેવાની તાકીદ પણ કરી છે.

ધાનેરા શહેરમાં ચાલતા બિલાડીના ટોપની જેમ ટ્યૂશન કલાસીસમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી પાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના રીયાલિટી ચેક દરમિયાન મોટા ભાગના કલાસીસને ખંભાતી તાળા જોવા મળ્યા હતા. જેથી પાલિકાએ 3 દિવસમાં NOC લેવાની તાકીદ કરી છે.