ધાનેરા: જુદા-જુદા બે અકસ્માતોમાં ત્રણને ઇજા-એક ગંભીર
અટલ સમાચાર,ડીસા બનાસકાંઠામાં હમણાથી માર્ગ અકસ્માતનો ઘટના વધતી જતી હોય તેમ શુકવારે મોડી સાંજે બે જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ વ્યકિતઓને સામાન્ય ઇજા થઇ હતી. અને એક વ્યકિતને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામે એક બાઇકસવાર પોતાની બાઇક લઇ ધાખા ગામ નજીક થી પસાર થઇ રહયો હતો ત્યારે અચાનક ગાય
Mar 2, 2019, 12:23 IST

અટલ સમાચાર,ડીસા
બનાસકાંઠામાં હમણાથી માર્ગ અકસ્માતનો ઘટના વધતી જતી હોય તેમ શુકવારે મોડી સાંજે બે જુદા-જુદા અકસ્માતોમાં ત્રણ વ્યકિતઓને સામાન્ય ઇજા થઇ હતી. અને એક વ્યકિતને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે.
બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામે એક બાઇકસવાર પોતાની બાઇક લઇ ધાખા ગામ નજીક થી પસાર થઇ રહયો હતો ત્યારે અચાનક ગાય વચ્ચે આવી જતા બાઇક સ્લીપ થતા તેને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે ધાનેરા સિવિલ ખસેડાયો હતો.