આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ(ભગવાન રાયગોર)

શનિવાર શેઠશ્રી એમ.ડી. અભિનવ ભારતી વિદ્યાલય, ખીમાણામાં ધોરણ-10 અને ધોરણ-12નાં દિક્ષાંત સમારોહ અને રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત વાલી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ-10ના 222 વિદ્યાર્થીઓ અને ધોરણ-12ના 124 વિદ્યાર્થીઓ કુલ મળી 346 વિદ્યાર્થીઓએ વિદાય લીધી હતી. આ સાથે વાલી અને વિદ્યાર્થીનું ઘડતર થાય તે માટેની ચર્ચાઓ પણ થઈ હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, આગેવાનો, શાળાના આચાર્ય પ્રધાનજી.આર. રાઠોડ અને આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક આષુતોષભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code