ઝડપ્યો@ધનસુરા: ત્રણેક માસ અગાઉ સગીરાને ભગાડી જનાર યુવક છેક વડોદરાથી પકડાયો

અટલ સમાચાર,મોડાસા ધનસુરા પંથકમાંથી ત્રણેક માસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ યુવક અને ભોગ બનનાર સગીરાને LCBએ પકડી પાડ્યા છે. અરવલ્લી LCBની ટીમને ભોગ બનનાર સગીરીને શોધવા સુચના મળતાં ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળતાં LCBએ છેક વડોદરામાંથી આરોપી યુવક અને ભોગ બનનાર સગીરાને ઝડપી લીધા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઝડપ્યો@ધનસુરા: ત્રણેક માસ અગાઉ સગીરાને ભગાડી જનાર યુવક છેક વડોદરાથી પકડાયો

અટલ સમાચાર,મોડાસા

ધનસુરા પંથકમાંથી ત્રણેક માસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ યુવક અને ભોગ બનનાર સગીરાને LCBએ પકડી પાડ્યા છે. અરવલ્લી LCBની ટીમને ભોગ બનનાર સગીરીને શોધવા સુચના મળતાં ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળતાં LCBએ છેક વડોદરામાંથી આરોપી યુવક અને ભોગ બનનાર સગીરાને ઝડપી લીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ધનસુરા પોલીસ મથકે ત્રણેક માસ અગાઉ એક યુવક સગીરાને ભગાડી ગયાની ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ગુમ, અપહરણ અને જીલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હતી. આ દરમ્યાન LCB PI આર.કે.પરમાર, ASI મોહનસિંહ ફતેસિંહ, મોહનસિંહ પુજેસિંહ, અ.હે.કો. મનીશકુમાર, હરેશકુમાર, ભરતસિંહ અને આ.હે.કો. કેતનકુમાર સહિતનો સ્ટાફ તપાસમાં હતો.

આ તરફ LCBને બાતમી મળી હતી કે, સગીરાને ભગાડી જનાર ઇસમ અને ભોગ બનનાર સગીર બંને હાલ વડોદરના અંતિસરા મુકામે છે. જેથી LCBએ અંતિસરા મુકામેથી પ્રવિણભાઇ ઉર્ફે સંજયભાઇ રાણાભાઇ પરમાર, રહે.પાટો(રામપુરા કંપા) તા.ધનસુરા, જી.અરવલ્લી અને ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢ્યા હતાં