ધનસુરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા શક્તિમંચ વચ્ચે શૈક્ષણિક કરાર થયા
અટલ સમાચાર, ધનસુરા અરાવલી જીલ્લાના ધનસુરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા શક્તિમંચ (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત 6 દિવસીય બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન મંડળના પ્રમુખ જે.સી.શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન તથા શુભેચ્છા કોલેજના આચાર્ય ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ દ્વારા પાઠવવામાં આવી હતી. આ સાથે સ્ત્રી ઉત્કર્ષની પ્રવૃત્તિ વિશે કોલેજ
Feb 2, 2019, 18:14 IST
અટલ સમાચાર, ધનસુરા
અરાવલી જીલ્લાના ધનસુરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા શક્તિમંચ (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત 6 દિવસીય બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન મંડળના પ્રમુખ જે.સી.શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન તથા શુભેચ્છા કોલેજના આચાર્ય ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ દ્વારા પાઠવવામાં આવી હતી. આ સાથે સ્ત્રી ઉત્કર્ષની પ્રવૃત્તિ વિશે કોલેજ અને શક્તિમંચ વચ્ચે MOU પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં C.W.D.C.ના કો.ઓર્ડીનેટર ડૉ.રમાબેન શાહ તથા સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં કોલેજની 100 વિદ્યાર્થીઓ તથા ધનસુરા તાલુકાની અન્ય બહેનોએ લાભ લીધો હતો.