આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

ધનસુરાની આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજમાં એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ જે.સી. શાહની અધ્યક્ષતામાં 34માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિલીપસિંહ પરમારે દીપ પ્રગટાવી વાર્ષિકોત્સવનો  શુભારંભ કરાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સૈનિકોની વીરગાથા રજૂ કરતાં દેશ પ્રેમ ઉભરી આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસપ્રદ કરતબો રજૂ કર્યા હતા.

આ સાથે વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપમેન્ટ આધારિત કેરિયર બનાવવા માર્ગદર્શક વ્યાખ્યાન અપાયું હતું. પ્રિ.ડૉ. પ્રફુલ્લાબેને કૉલેજની વર્ષ દરમ્યાનની વિવિધ પ્રવૃત્તિઓની માહીતી આપી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા. આ પ્રસંગે કાંતિભાઈ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ, ગોપાલભાઈ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યાં હતા. ડૉ. સિ.આર. પટેલ, ડૉ. ગોપાલ પટેલ , પ્રો. દીપ્તિબેન નીમાવત, પ્રો.ભારતીબેન, પ્રો.પારુલબેન સોનીએ સતત કાર્યશીલ રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.

01 Oct 2020, 5:53 AM (GMT)

COVID-19 Global Stats

34,350,186 Total Cases
1,021,397 Death Cases
25,545,115 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code