ધનસુરા તાલુકાનું ભેંસાવાડ ગામમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
અટલ સમાચાર, સાબરકાંઠા ધનસુરા તાલુકાનું ભેંસાવાડા ગામના તમામ ફળિયાઓ જાહેર રોડ ઉપર ઠેરઠેર ગંદકી જોવા મળે છે. ફળિયાનું પાણી રોડ ઉપર આવતાં રોડ ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું છે. અનેક ગામોમાં રોડ બની ગયા ત્યારે ભેંસાવાડ ગામમાં કયા કારણોસર રોડ બનતો નથી તે પ્રજાને સમજાતું નથી. ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆતો
Jan 23, 2019, 17:37 IST

અટલ સમાચાર, સાબરકાંઠા
ધનસુરા તાલુકાનું ભેંસાવાડા ગામના તમામ ફળિયાઓ જાહેર રોડ ઉપર ઠેરઠેર ગંદકી જોવા મળે છે. ફળિયાનું પાણી રોડ ઉપર આવતાં રોડ ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું છે. અનેક ગામોમાં રોડ બની ગયા ત્યારે ભેંસાવાડ ગામમાં કયા કારણોસર રોડ બનતો નથી તે પ્રજાને સમજાતું નથી. ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં ગામમાં જાહેર પાકો રોડ બનતો નથી. ગામમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય હોવાનું ગામના અગ્રણી અમૃતભાઈ પટેલે જણાવેલ છે.