ધરણાં@હારીજ: પોલીસ-પાલિકા સામે લારીવાળાનાં ગંભીર આક્ષેપ, ભૂખ હડતાલ

અટલ સમાચાર, પાટણ હારીજ શહેરની મુખ્યબજારના લારી-ગલ્લાંવાળા અચાનક મામલતદાર કચેરી પાસે ભૂખ હડતાલ ઉપર બેસી ગયા છે. પોલીસ અને પાલિકા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરતા દોડધામ મચી ગઇ છે. લારી-ગલ્લાંવાળાઓનો આક્ષેપ છે કે, જગ્યાનુ દરરોજ રૂ.10 લેખે ભાડું ચુકવીએ છતાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભૂખ હડતાલને પગલે સૌથી મોટી વાત સામે આવી કે,
 
ધરણાં@હારીજ: પોલીસ-પાલિકા સામે લારીવાળાનાં ગંભીર આક્ષેપ, ભૂખ હડતાલ

અટલ સમાચાર, પાટણ

હારીજ શહેરની મુખ્યબજારના લારી-ગલ્લાંવાળા અચાનક મામલતદાર કચેરી પાસે ભૂખ હડતાલ ઉપર બેસી ગયા છે. પોલીસ અને પાલિકા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરતા દોડધામ મચી ગઇ છે. લારી-ગલ્લાંવાળાઓનો આક્ષેપ છે કે, જગ્યાનુ દરરોજ રૂ.10 લેખે ભાડું ચુકવીએ છતાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભૂખ હડતાલને પગલે સૌથી મોટી વાત સામે આવી કે, મુખ્ય બજારમાં લારી-ગલ્લાંવાળાઓની જગ્યાને પગલે ટ્રાફીક વ્યવસ્થા ખોરવાઇ જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકા મામલતદાર કચેરી ખાતે લારી-ગલ્લાંવાળા અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ પર બેઠા છે. છેલ્લા કેટલાય સમયથી પાલિકા અને ટ્રાફીક પોલીસ હેરાન કરતી હોવાની રજૂઆત સાથે હડતાલ પર બેસી શાકભાજીનું વેચાણ ઠપ્પ કરવાની ચિમકી આપી છે. લારી-ગલ્લાંવાળાઓએ જણાવ્યુ હતુ કે ” ધંધા-રોજગાર હોવાથી અમો જગ્યા માટેના દરરોજના 10 રૂપિયા પાલિકાને ભાડું આપીએ છે. આમ છતાં છાશવારે કોઇને કોઇ કારણે અમોને હેરાન કરવામાં આવી રહ્યા છે.”

ધરણાં@હારીજ: પોલીસ-પાલિકા સામે લારીવાળાનાં ગંભીર આક્ષેપ, ભૂખ હડતાલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હારીજના મુખ્ય બજારમાં લારી-ગલ્લાંવાળા વર્ષોથી ધંધો કરી રહ્યા છે. જોકે જગ્યા તેઓની માલિકીની ન હોવાથી તેમજ ટ્રાફીક વ્યવસ્થા અવાર-નવાર ખોરવાઇ જતી હોવાથી લારી-ગલ્લાંવાળાઓને દૂર કરવામાં આવે છે. પાલિકા-પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્રારા વૈકલ્પિક વ્યવસ્થા વિશે સમાધાન નહિ આવતાં સમસ્યા વકરી છે. જેને પગલે લારી-ગલ્લાંવાળા ધંધા-રોજગાર બચાવવા ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે.