આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ અને સરસ્વતી તાલુકાને તમામ આશાને આશા ફેસીલીટર બહેનોનું સંમેલન મેડીકલ કોલેજ ઘારપુર મુકામે રાખવામાં આવેલ જેમાં બન્ને તાલુકાની આશા બહેનો દ્વારા તેમના વિસ્તારમાં આરોગ્ય વિષય સેવાઓને યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર આશાબહેનો ને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ દ્રારા જણાવેલ કે આશા બહેનો આરોગ્ય વિભાગને લોકો વચ્ચે કડી રૂપ છે. જે લોકો સુઘી આરોગ્યની તમામ માહિતી પહોંચાડવા માટે અગત્યની ભુમીકા ભજવે છે. જેના કારણે લોકો સહેલાઇ થી આરોગ્યની સેવાઓ મેળવી શકે છે.


મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી ર્ડા.એ.એસ.સાલ્વી દ્રારા જણાવેલ કે આશા બહેનો દ્રારા માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે ખુબજ અગત્યની ભુમિકા ભજવે છે. અને લાભાર્થીઓને સમયસર સેવાઓ અને યોજનાઓના લાભ મળી રહે તેવા પ્રયત્ન કરતા હોય છે. ર્ડા.અક્ષય પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફીસર. પાટણ- સરસ્વતી દ્રારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ અને તાલુકાની આરોગ્ય સેવાઓની માહિતી પુરી પાડવામા આવેલ. તેમજ આ પ્રસંગે ર્ડા.કે.જી.પટેલ સુપ્રિટેન્ડન્ટ મેડીકલ કોલેજ ઘારપુર. ર્ડા.ભરત ગોસ્વામી જિલ્લા ક્ષય અઘિકારી પાટણ. ર્ડા. કિરણ ગોસ્વામી આર.એમ.ઓ.ઘારપુર. ર્ડા.એમ.આર.જીવરાણી કયુ.એમ.ઓ.આરોગ્ય શાખા પાટણ અને બંન્ને તાલુકા સુપર વાઇઝર હાજર રહેલ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code