આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.

ધોળાવીરાથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો ‘કોટડા ટિંબા’ વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.
આઈઆઈટી ગાંધીનગર’ અને ‘આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા’ દ્વારા હાલમાં જ કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ ‘પુરાતત્ત્વીય શહેર’માં પાંચ હજાર વર્ષ પહેલાં પાણીનું અદભૂત વ્યવસ્થાપન કરાયું.

અટલ સમાચાર ડેસ્ક

હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી.

પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હોવાને કારણે તે ‘હડપ્પન સંસ્કૃતિ’ તરીકે પણ જાણીતી છે. સિંધુ ખીણની આ સંસ્કૃતિના મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં.હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાળીબંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.

‘ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન’ નામના પુસ્તકના લેખક ડૉ. સમર કંદુના મતે 6 હજાર વર્ષ પહેલાં આ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી.પ્રોફેસર શિંદે પણ આ સમયગાળો પાંચ હજાર વર્ષ કરતાં વધુ હોવાનું માને છે.”રાખીગઢી અને અન્ય સાઇટ્સ પર હાલમાં જ થયેલા ઉત્ખનન દરમિયાન એવા સંકેતો મળ્યા હતાં કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઓછામાં ઓછી સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન છે.”

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code