લ્યો બોલો અમદાવાદ પોલીસની વાનમાંથી જ ડીઝલની ચોરી : શંકાસ્પદો વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદ શહેરમાં ચોરીના કીસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહયા છે. તો બીજી તરફ ખુદ પોલીસની જ વાનમાંથી ડીઝલની ચોરી થઇ હોવાનું વાત બહાર આવતા આ વાત ચર્ચાનો વિષય બની રહી છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરવાનું કૌભાંડ સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. નાના ચિલોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં
 
લ્યો બોલો અમદાવાદ પોલીસની વાનમાંથી જ ડીઝલની ચોરી : શંકાસ્પદો વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદ શહેરમાં ચોરીના કીસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહયા છે. તો બીજી તરફ ખુદ પોલીસની જ વાનમાંથી ડીઝલની ચોરી થઇ હોવાનું વાત બહાર આવતા આ વાત ચર્ચાનો વિષય બની રહી છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરવાનું કૌભાંડ સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. નાના ચિલોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા અને પોલીસ હેડક્વાર્ટરના એમ.ટી.વિભાગમાં હેડકોન્સટેબલ તરીકે ફરજ બજાવતા સરજિતસિંહ યાદવે સરકારી ગાડીઓમાંથી ડીઝલ ચોરી થવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. ગઇ કાલે સરજિતસિંહ યાદવે માધુપુરા પોલીસ સ્ટેશનમાં બે પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્રો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે.

સરજિતસિંહ યાદવ એમ.ટી.વિભાગમાં પ્રિઝનર વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે સવારે નવેક વાગ્યાની આસપાસ સરજિતસિંહ તેમને ફાળવેલી પ્રિઝનર વાન લેવા માટે શાહીબાગ હેડક્વાર્ટરમાં દસ માળિયા ટાવર પાસે ગયા હતા. સરજિતસિંહ વાનમાં બેસવા ગયા ત્યારે તેમની નજર ડીઝલ ટેન્કનાં ઢાંકણા પર ગઇ હતી. ટેન્કનું ઢાંકણું ખુલ્લું હોવાથી તેમને તરત જ ડીઝલ ચોરી થઇ હોવાની શંકા જતાં સરજિતસિંહે પ્રિઝનર વાન પણ ચેક કરી હતી તો ચાર વાનનાં ઢાંકણાં ખુલ્લાં હતાં. પોલીસ વાન નંબર 183,53,142,145 માંથી ડીઝલની ચોરી થઇ હતી. ઘટનાની જાણ એમટી વિભાગના અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે માધુપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોર ટોળકીઓએ પોલીસની ચાર પ્રિઝનર વાનમાંથી કુલ 350 લિટર ડીઝલ ચોરી કરી હતી. વાનમાંથી ચોરી કોણે કરી હોઇ શકે તે મામલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસ કર્મચારીઓની નજર પાર્કિંગમાં પડેલી એસએમએલ પીસી બસ તરફ ગઇ હતી. પાર્કિંગમાં પડેલી આ બસમાં મોડી રાત્રે કોઇ કારચાલકે અકસ્માત કર્યો હતો. બસના ડ્રાઇવર સાઇડના ભાગને થોડુંક નુકસાન થયું હતું અને કોઇ કારના સાઇડ લાઇટના કાચ પણ તૂટેલા પડેલા હતા. જે કાલે મોડી રાત્રે અકસ્માત કર્યો હતો. તેનાં ટાયરનાં નિશાન ધૂળમાં પડી ગયા હતાં. પોલીસ ટાયરનાં નિશાન જોતાં જોતાં આગળ પહોંચી તો ત્યાં એક કાર ઊભી હતી. પોલીસ કારની તપાસ કરી તો તેની સાઇડ લાઇટ અને મેઇન લાઇટ તૂટેલી હતી. કારના માલિકની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા સિદ્ધરાજસિંહ ભક્તિસિંહ સોલંકીની છે. મોડીરાત્રે સિદ્ધરાજસિંહ અને તેનો મિત્ર દર્પણસિંહ કલ્યાણસિંહ રાઠોડ (રહે દેવજીપુરા પોલીસ લાઇન) પુરઝડપે કાર લઇને આવ્યા હતા અને પોલીસની બસ સાથે અકસ્માત કર્યો હતો. કોઇને ખબર પડે નહીં માટે મોડી રાત્રે ચુપચાપ કાર પાર્ક કરીને જતા રહ્યા હતા.

પોલીસને બન્ને યુવકો પર શંકા ગઇ હતી કે તેમણે જ મોડી રાત્રે પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરી છે. ત્રણ પ્રિઝનર વાનના ઇન્ચાર્જ ઘટના સ્થળે આવી ગયા હતા. જ્યાં તેમણે તપાસ કરી હતી કે જેમાંથી કુલ 350 લિટર ડીઝલ ગાયબ હતું. વાન નંબર P-183માંથી ૩35 લિટર ચોર ટોળકીએ કાઢી લીધું હતું જ્યારે P-145માંથી 15 લિટર, P-53માંથી 150 લિટર, P-142માંથી 150 લિટર કાઢી લીધુ હતું.

અંદાજે 24 હજાર રૂપિયાનું ડીઝલ આરોપીઓએ પોલીસની વાનમાંથી કાઢી લીધું હતું. ડીઝલ ચોરી પાછળ પોલીસને સિદ્ધરાજસિંહ અને દર્પણસિંહ પર શંકા જતાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસને શંકા જવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે જે પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી થઇ ત્યાં સિદ્ધરાજસિંહની કારનાં ટાયરના નિશાન છે. પોલીસે શંકાના આધારે બન્ને વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.