આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અપૂરતા વરસાદ સામે મુશ્કેલી બની રહી છે. હાલ ચોમાસાની સીઝન વચ્ચે પણ બેચરાજી પંથકમાં અપુરતો વરસાદ હોવાનું સામે આવ્યુ છે. જેનાથી 50 વિઘાથી પણ મોટો વિસ્તાર ધરાવતા તળાવો સૂકાભઠ્ઠ ભાસી રહ્યા છે. અત્યાર સુધી બેચરાજી તાલુકામાં માત્ર 7 ઇંચ વરસાદ પડ્યો હોઇ અછતની સ્થિતિ બની છે. ખેડુતો અને પશુપાલકો ગત ચોમાસાની જેમ ફરીવાર આકરી કસોટી સહન કરી રહ્યા છે.

બેચરાજી તાલુકાના અનેક તળાવો ભરચોમાસે ખાલીખમ હોવાથી સ્થાનિકો બેચેની અને મુંઝવણમાં મુકાયા છે. 15 જુનથી અત્યાર સુધી સરેરાશ 2 મહિના થવા આવ્યા છતાં તાલુકામાં ગણીને 7 ઇંચ વરસાદ વરસ્યો છે. આવી સ્થિતિમાં ભલે સરકારી જોગવાઇમાં અછત નથી છતાં પંથકમાં વરસાદની કાગડોળે રાહ જોવાઇ રહી છે. વાવેતર થયેલ જમીનમાં ઝડપથી ભેજ ખલાસ થતો હોઇ વરસાદની તિવ્ર જરૂરીયાત ઉભી થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તળાવ નજીક કેનાલો હોવા છતાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે પણ પાણી ઠાલવવામાં આવતુ નથી. જેની નારાજગી અછત અનુભવતા ખેડુતો અને પશુપાલકોમાં ઉભી થઇ છે. ડેડાણા ગામના સરપંચ દશરથસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, વિસ્તારમાં 50 અને 100 વિઘા વિસ્તારવાળા મોટા તળાવો ખાલી હોવાથી પશુઓને પિવા અને સિંચાઇ માટે ભારે મુશ્કેલી બની છે. ડેડાણા ગામના બંને તળાવો ખાલીખમ હોવાથી પશુઓની હાલત દયનીય બની છે. રખડતા ઢોર પાણી પિવા જાય ત્યારે તળાવ સૂકુભઠ્ઠ જોઈ નિ:શાસા સાથે પાછા ફરે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code