મુશ્કેલી@બેચરાજી: આધુનિક બસસ્ટેન્ડમાં સમયપત્રક નથી, મુસાફરોએ ગોથે ચડવાનું

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજીના આધુનિક બસસ્ટેન્ડમાં સૌથી મહત્વની બાબતે હાલાકી હોવાનુ સામે આવ્યુ છે. બસના ટાઇમટેબલ બતાવતુ સમયપત્રક ન હોવાથી મુસાફરોને દૈનિક ધોરણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયપત્રક ન હોવાથી મુસાફરોને ગોથે ચડવાનુ થાય છે. જોકે બસસ્ટેન્ડમાં ઉપસ્થિત કર્મચારીને વારંવાર પુછપરછ કરવાની વ્યવસ્થા સામે સમયપત્રક અત્યંત જરૂરી બન્યુ છે. બહારથી માતાના
 
મુશ્કેલી@બેચરાજી: આધુનિક બસસ્ટેન્ડમાં સમયપત્રક નથી, મુસાફરોએ ગોથે ચડવાનું

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજીના આધુનિક બસસ્ટેન્ડમાં સૌથી મહત્વની બાબતે હાલાકી હોવાનુ સામે આવ્યુ છે. બસના ટાઇમટેબલ બતાવતુ સમયપત્રક ન હોવાથી મુસાફરોને દૈનિક ધોરણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયપત્રક ન હોવાથી મુસાફરોને ગોથે ચડવાનુ થાય છે. જોકે બસસ્ટેન્ડમાં ઉપસ્થિત કર્મચારીને વારંવાર પુછપરછ કરવાની વ્યવસ્થા સામે સમયપત્રક અત્યંત જરૂરી બન્યુ છે. બહારથી માતાના દર્શનાર્થે આવતા મુસાફરો સમયપત્રકની શોધખોળ કરતા દેખાઇ આવે છે.

મુશ્કેલી@બેચરાજી: આધુનિક બસસ્ટેન્ડમાં સમયપત્રક નથી, મુસાફરોએ ગોથે ચડવાનું

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના માં બહુચરના ધામમાં મુસાફરોને બસની બાબતે સમસ્યા ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ તૈયાર કરવામાં આવેલુ આધુનિક બસસ્ટેન્ડ સમયપત્રક વગર મુસાફરોને હાલાકી ઉભી કરી રહ્યુ છે. ખાસ કરીને બસના સમય બાબતે માહિતિ મેળવતા સુચિપત્ર ન હોવાથી ઉપસ્થિત કર્મચારીને પુછપરછ કરવાની નોબત છે. જેમાં અનેકવાર મુસાફરો હાલાકીનો સામનો કરતા હોઇ બસની અવરજવર દર્શાવતુ સમયપત્રક અત્યંત જરૂરી બની ગયુ છે.