આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જીલ્લામાં થોડાક દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતાં ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે. સાથે-સાથે વરસાદથી હાઇવે પર મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે. બેચરાજી-હારીજ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતમોડી રાત્રે આવેલા વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે પરેશાન થઇ ગયા છે.

મહેસાણા જીલ્લાના બેચરાજી પંથકમાં ગત મોડીરાત્રે આવેલા વરસાદથી પાણી ભરાયા છે. બેચરાજીના સાંપાવાડા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

બેચરાજી-હારીજ હાઇવે પર મસમોટા ખાડા પડવાથી પાણી ભરાઇ ગયા છે. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજી પંથકમાં સામાન્ય વરસાદમાં પણ વારંવાર ખાડાઓ પડવાની સ્થિતિનું નિમાર્ણ થાય છે. ત્યારે યાત્રાધામ બેચરાજીના મુખ્ય માર્ગ ઉ૫ર પણ ખાડા પડ્યા હોવાથી યાત્રાળુંઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

30 Sep 2020, 3:22 AM (GMT)

COVID-19 Global Stats

33,930,256 Total Cases
1,014,214 Death Cases
25,214,551 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code