આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ભાભર (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઈ અત્યારે કાળજી લેવી સૌથી મોટી વાત બની છે. જોકે ખાતર માટે જતાં ખેડૂતોને અંગુઠાનુ દબાણ આવતું હોવાનું સામે આવ્યું છે. બાજરીમાં યુરિયા ખાતરની જરૂર હોવાથી ભાભરમાં દોડધામ મચી છે. એગ્રોવાળા મનમાની ચલાવી ખેડૂતો પાસેથી ફીગર પ્રિન્ટ લીધા વગર વેચાણ કરતાં નથી. આવી સ્થિતિમાં કોરોના સામેની ગાઇડ લાઇન ધ્વસ્ત બની છે. ખાતરની જરૂરીયાત હોવાથી ખેડૂતો ફિગર આપી ખાતર લઈ જવા મજબૂર બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેતીની સિઝન દરમ્યાન કોરોના વાયરસથી ખેડૂતોને ચેપ ન લાગે તેની જવાબદારી અને કાળજી મહત્વની બની છે. જેમાં ભાભર પંથકમાં અત્યારે ખાતરના વેચાણ દરમ્યાન બેદરકારી અને મુશ્કેલી થતી હોવાનું સામે આવ્યું છે. દેરીયાવાળા સહિતના અનેક એગ્રો સેન્ટરવાળા ખાતરના વેચાણ પહેલા ખેડૂતોને અંગુઠો આપવા ફરજ પાડી રહ્યા છે. આવી સ્થિતિમાં વાયરસના ચેપને મોકળું મેદાન મળી જાય છે. નિયમો મુજબ અંગુઠાનુ નિશાન હાલ પૂરતું નથી લેવાનું છતાં ફરજ પાડવામાં આવે છે. જેનાથી એગ્રો સંચાલકોની ભૂમિકા શંકાસ્પદ બની ગઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code