આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા

મહેસાણા ચાણસ્મા હાઇવે પર બુધવારના દિવસે એક એસ.ટી. બસ ટેકનીકલ ખામીના કારણે થંભી ગઇ હતી. જેને લઇ મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જોકે નજીકના ડેપો દ્વારા પણ બીજી બસ પહોંચાડવાની દોડધામ શરૂ કરવામાં આવી છે. પરંતુ ત્યાં સુધીમાં મુસાફરો અન્ય વાહનોનો સહારો લઇ નીકળી ગયા હતા.

રક્ષાબંધનના તહેવાર ટાંણે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધવા જતી હોય છે. ત્યારે એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં તહેવાર દરમ્યાન ભારે ભીડ રહેતી હોય છે. બુધવારે બપોરના સમયે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર ધિણોજ નજીક ગાંધીનગર-ડીસા એસ.ટી બસમાં ટેકનીકલ ખામી સર્જાવાથી થંભી ગઇ હતી. જેને લઇ મુસાફરોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો હતો.

drda inside meter add

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા-ચાણસ્મા હાઇવે ઉપર ઘણીવાર એસ.ટી. બસ બગડવાને કારણે મુસાફરો હેરાન થતા હોય છે. તો ડેપો દ્વારા ઘણીવાર બસ મોકલવામાં પણ વિલંબ થવાથી મુસાફરોને અન્ય ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તહેવાર ટાંણે બસ બગડવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code