આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના માનપુર ગામે પોતાના જ ઘરમાં ખોરાકી ઝેરની અસર થતા ચકચાર મચી ગઇ છે. પરિવારના આઠ સભ્યોએ દૂધ અને દહીં ખાધા બાદ તબિયત લથડતા તાત્કાલિક અસરથી હોસ્પિટલ દાખલ થયા હતા. ચોમાસાની સ્થિતિ વચ્ચે ફુડ પોઇઝનિંગ થતાં સગાવ્હાલાઓમાં દોડધામ મચી જવા સાથે પંથકમાં ખોરાકની પસંદગીને લઇ ચર્ચા જામી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર(શિહોરી) ગામે એક જ પરીવારના આઠ લોકોને બુધવારે સાંજે ફુડ પોઇઝનિગની અસર થઇ હતી. આથી તમામ સભ્યોને તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. સુત્રોએ જણાવ્યુ હતુ કે, પરિવારના સભ્યો પૈકી કેટલાકે દહીં તો કેટલાકે દૂધ પીધુ હતુ. જેમાં ગણતરીના કલાકો બાદ દહીં ખાધુ હતુ તેઓની તબિયત બગડયા બાદ દૂધ પીધુ હતુ તેઓની પણ તબિયત બગડી હતી.

શિહોરી રેફરલ હોસ્પિટલના ડો.એમ.આર.ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પરિવારજનો પૈકી દહીં ખાનારની તબિયત વધારે ખરાબ થઇ હતી. જયારે દૂધ ખાનારની પણ તબિયત થોડી બગડી હતી. હાલના તબક્કે આઠ લોકોને ફુડ પોઇઝનિંગ થયાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, દૂધ કે દહીં અખાદ્ય હોવાની સંભાવના હોઇ શકે છે.

અસરગ્રસ્તોના નામ

(1) ભીખીબેન મફતસિંહ ઉ.વ.60
(2) મુનીબા ભીખુભા ઉ.વ.27
(3) સરસ્વતીબેન અભેસિંહ ઉ.વ.22
(4) કુવરબા કનુભા વાઘેલા ઉ.વ.22
(5) તારાબા વિષ્ણુભા વાઘેલા ઉ.વ 28
(6) ભીખુભા રવુભા રાઠોઙ ઉ.વ.32
(7) વિક્રમસિંહ કનુભા વાઘેલા ઉ.વ.15
(8) સુયાઁબા બાબુસિંહ સોલંકી ઉ.વ.38

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code