આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર તાલુકાના મહેમદાવાદ-કોલ્હાપુર રોડ ઉપર  છેલ્લા કેટલાક સમયથી રેલ્વે લાઈનનું કામ ચાલુ છે. ત્યાંથી બંને ગામના લોકો અવરજવર કરી રહ્યા હતા. જોકે અચાનક રેલવે તંત્ર દ્વારા માર્ગ બંધ કરતા મહેમદાવાદના ખેડૂતો માટે ભયંકર મુશ્કેલી ઉભી થઈ છે. રેલવે તંત્ર નહિ માનતા પ્રાન્ત કચેરીએ રજૂઆત કરવામાં આવી છે.પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ અને કોલ્હાપુર વચ્ચે શરૂઆતથી જ કાચો રસ્તો છે. બંને ગામ વચ્ચેથી પાલનપુર-ગાંધીધામ રેલ્વેલાઇન નીકળે છે. જેમાં અત્યારે નવિન લાઇન નાખવાનું કામ ચાલું હોઇ ફાટક નં 94 રેલ્વે ઓથોરીટીએ બંધ કરી દીધો છે. જેના કારણે બંને ગામના લોકોને ભારે મુશ્કેલી બની છે.

સમગ્ર મામલે ખેડૂતોએ મોટી સંખ્યામાં દોડી આવી પ્રાન્ત અધિકારીને ઘટતું કરવા આગ્રહ કર્યો હતો. રજૂઆત મુજબ ફાટક નં 94થી કોલ્હાપુર બાજુ 200 ખેડુતોના ખેતરો આવેલા છે. મહેમદાવાદની સીમમાં જવા માટે નજીકનો કાચો માર્ગ બંધ કરતા ત્રણ કીલોમીટર ફરીને જવું પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલ્વે દ્વારા સુચિત વૈકલ્પિક માર્ગ અત્યંત ખરાબ છે અને વળી બળદગાડા કે ટ્રેક્ટર લઇને જવાતું નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને ભરસિઝને આકરી મુશ્કેલી ઉભી થઈ છે.

ખેડૂતો બન્યા લાલઘૂમ

રેલ્વે દ્વારા માર્ગ બંધ કરવામાં આવતા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે. માર્ગ નહિ ખોલવામાં આવે તો ખેડુતો પોતાના ખેતરે ખેતી કરવા નહિ જઇ શકે જેના કારણે ખેડુતોને પોતાની જમીન વેચવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આથી જો માર્ગ ચાલુ નહિ કરવામાં આવે તો નાછુટકે આંદોલન કરવા નક્કી કર્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code