મુશ્કેલી@સુઈગામ: જર્જરિત માર્ગની ગુણવત્તા શંકાસ્પદ, બે ગામ ત્રાહિમામ્

અટલ સમાચાર, સૂઇગામ (દશરથ ઠાકોર) સુઈગામ અને ભાભર પંથકના ગ્રામ્ય માર્ગ ત્રાહિમામ પોકારી જવાય તેટલા જર્જરિત બન્યા છે. રડકાથી તેતરવાના ચાર કિલોમીટર માર્ગમાં 300થી વધુ ખાડા પડી ગયા છે. માર્ગ જોતા ગુણવત્તા સામે સવાલો ગંભીર સવાલો ઉભા થયા છે. વાહનચાલકોને માર્ગ અકસ્માતનો ભય ઉભો થયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને ભાભર તાલુકાના રડકાથી તેતરવા જતો માર્ગ
 
મુશ્કેલી@સુઈગામ: જર્જરિત માર્ગની ગુણવત્તા શંકાસ્પદ, બે ગામ ત્રાહિમામ્

અટલ સમાચાર, સૂઇગામ (દશરથ ઠાકોર)

સુઈગામ અને ભાભર પંથકના ગ્રામ્ય માર્ગ ત્રાહિમામ પોકારી જવાય તેટલા જર્જરિત બન્યા છે. રડકાથી તેતરવાના ચાર કિલોમીટર માર્ગમાં 300થી વધુ ખાડા પડી ગયા છે. માર્ગ જોતા ગુણવત્તા સામે સવાલો ગંભીર સવાલો ઉભા થયા છે. વાહનચાલકોને માર્ગ અકસ્માતનો ભય ઉભો થયો છે.

મુશ્કેલી@સુઈગામ: જર્જરિત માર્ગની ગુણવત્તા શંકાસ્પદ, બે ગામ ત્રાહિમામ્
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને ભાભર તાલુકાના રડકાથી તેતરવા જતો માર્ગ અત્યંત ખરાબ થઈ ગયો છે. કેટલાક વર્ષો અગાઉ બનાવેલ ડામર રોડ વરસાદ સામે કમજોર બનતાં 300 જેટલા ખાડા ધ્યાને આવ્યા છે. માર્ગના દ્રશ્યો જોતા ગુણવત્તા જાળવવા સામે આંખ આડા કાન થયાની આશંકા બની છે.

મુશ્કેલી@સુઈગામ: જર્જરિત માર્ગની ગુણવત્તા શંકાસ્પદ, બે ગામ ત્રાહિમામ્

ભાભર સુઇગામ નેશનલ હાઇવે ઉપરના અબાળા બસ સ્ટેશનથી વડાણા, ચેબુવા, તેતરવાથી રડકા જવાય છે. જેમાં તેતરવા સુધીનો માર્ગ બરાબર પરંતુ તેતરવાથી રડકા સુધીનો ડામર રોડ એકદમ ખરાબ બની ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બાઈક ચાલકોને માર્ગ અકસ્માતની સંભાવના જોઈ પરિવારજનો યુવાનોને વારંવાર કાળજી રાખવા સુચવી રહ્યા છે.