ડીઝાસ્ટર@સાબરકાંઠા: ખેડવા ડેમમાં પાણી છોડાવાને પગલે રહીશોને અસર થવાની સંભાવના, દોડધામ
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ગત દિવસોએ સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ડેમમાંથી આજે બપોરે પાણી છોડવામાં આવશે. જેને લઇ તંત્ર દ્રારા ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગામડાઓના લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું છે. સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની સારી આવક થયેલ છે. ખેડબ્રહ્મા
Aug 31, 2019, 12:25 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ગત દિવસોએ સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ડેમમાંથી આજે બપોરે પાણી છોડવામાં આવશે. જેને લઇ તંત્ર દ્રારા ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગામડાઓના લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું છે.
સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની સારી આવક થયેલ છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ડેમમાંથી આજે 1200 ક્યુસેક પાણી છોડવાનું હોવાથી ડીઝાસ્ટર વિભાગ દ્રારા એલર્ટ જાહેર કરાયું છે. ડીઝાસ્ટર વિભાગમાં દ્રારા ખેડબ્રહ્મા તથા હરણાવ નદીની આસપાસમાં કિનારે આવેલા ગામડાઓના લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું
છે.