દિયોદરઃ ચમનપુરામાં ભૂંડનો હૂમલો, બે વ્યક્તિને ઘાયલ કર્યા

અટલ સમાચાર, અંકુર ત્રિવેદી દિયોદરના ચમનપુરામાં હડકાયા ભૂંડ આવી ચડતા ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ પ્રાણીના અડફેટે બે વ્યક્તિઓ આવી જતાં ઘાયલ કર્યા હતા. જેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દિયોદરના ચમનપુરા ગામમાં એક ભૂંડને હડકવા ઉપડતાં ગામની બે વ્યક્તિઓ ઉપર હૂમલો કર્યો હતો. હડકવાગ્રસ્ત ભૂંડની ચુંગાલમાં એક આધેડ વ્યક્તિ પણ આવી ચડ્યા
 
દિયોદરઃ ચમનપુરામાં ભૂંડનો હૂમલો, બે વ્યક્તિને ઘાયલ કર્યા

અટલ સમાચાર, અંકુર ત્રિવેદી

દિયોદરના ચમનપુરામાં હડકાયા ભૂંડ આવી ચડતા ગામલોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ પ્રાણીના અડફેટે બે વ્યક્તિઓ આવી જતાં ઘાયલ કર્યા હતા. જેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દિયોદરના ચમનપુરા ગામમાં એક ભૂંડને હડકવા ઉપડતાં ગામની બે વ્યક્તિઓ ઉપર હૂમલો કર્યો હતો. હડકવાગ્રસ્ત ભૂંડની ચુંગાલમાં એક આધેડ વ્યક્તિ પણ આવી ચડ્યા હતા. આ સમયે બે યુવાનોએ ભૂંડ સામે બાથ ભીડી હતી અને આધેડને બચાવ્યા હતા. સાથે અન્ય એક ઘાયલ વ્યક્તિને પણ ભૂંડે ઈજાગ્રસ્ત કર્યા હોવાથી બન્નેને દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભયભીત ઘટનાને લઈ લોકોના ટોળેટોળાં ઉમટ્યા એકઠા થઈ જવા પામ્યા હતા. આખરે ભૂંડને માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જીવ તાળવે ચોંટી જાય તેમ દિલધડક દ્રશ્યો સર્જાયા

ભૂંડે આધેડ વ્યક્તિ ઉપર હૂમલો કરતાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભૂંડના મોંમાં ઝકડાઈ ગયેલ આધેડથી જોનારા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેમ-તેમ કરી આધેડને છોડાવવામાં આવ્યા હતા. તે બાદ આધેડના જીવમાં જીવ આવ્યો હતો તેવું જોનારા લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.