આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પ્લેબેક સિંગર નેહા કક્કડે એવો ખુલાસો કર્યો હતો કે તાજેતરમાં થયેલા મારા બ્રેકપથી હું ડિપ્રેશનનો શિકાર બની ગઇ છું એવા મિડિયા રિપોર્ટ ખોટા છે. મારા વિશે કોઇ જાણી કરીને ગેરસમજ ફેલાવી રહ્યું છે.
તાજેતરમાં પહેલાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે નેહા કક્કડ અને એના બૉયફ્રેન્ડ વચ્ચે બ્રેકપ થયું છે અને નેહા ગંભીર ડિપ્રેશનનો ભોગ બની ગઇ છે.
વધુમાં નેઆએ જણાવ્યું હતુ કે, મારી પ્રગતિથી દાઝે બળતા લોકો આવી વાતો વહેતી કરી રહ્યા છે જેથી મારી કારકિર્દીને નુકસાન પહોંચે. વાસ્તવમાં મારી સાથે એવું કશું થયું નથી.
નેહાએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે હા, હું ડિપ્રેશનનો ભોગ બની છું એવું માનતા નેગેટિવ વિચારોવાળા લોકોનો આભાર. મને કહેવા દો કે આપણા જીવનમાંથી એકાદ વ્યક્તિ દૂર થવાથી જીવન અટકી જતું નથી કે આસમાન તૂટી પડતું નથી.
કોઇ છોડી જાય અને કોઇ અચાનક જીવનમાં આવી ચડે એ રોજિંદી ઘટમાળ છે. એથી ડિપ્રેસ થવાનું કોઇ કારણ હોતું નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code