ગુજરાત રાજ્ય બિન અનામત નિગમના ચેરમેન, ડીરેક્ટરે લીધી મહેસાણાની મુલાકાત

અટલ સમાચાર, મહેસાણા
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC)ના ચેરમેન બી.એચ.ગોડાસરા (ex.IAS), નિગમના ડીરેક્ટર કરણસિંહ ચાવડા અને સુરેશભાઇ પટેલ (ડાયરેક્ટર, રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન) આજે મહેસાણાના મહેમાન બન્યા હતા. વેલકમ પાર્ટી પ્લોટમાં એકતા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલ મહેમાનોને શહેરના સર્કિટ હાઉસ ખાતે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રસંગોપાત મહેસાણાની મુલાકાતે પધારેલ રાજ્ય બિન અનામત નિગમના હોદ્દેદારોએ આયોગની કાર્યપદ્ધતિ વિશે ઝીણવટ ભરી સમજ પુરી પાડી હતી. આર્થિક બિન અનામત આયોગના બન્ને મહાનુભાવો તેમજ ડીઆરડીસીના ડાયરેક્ટરનું મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના આગેવાનો દિલીપસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા, જયદેવસિંહ ચાવડા, જીતુભા સોલંકી તેમજ કરણસિંહ પરમારે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ સાથે મહેમાનોએ મહેસાણાની વિવિધ જગ્યાઓએ કરેલી મુલાકાત દરમિયાન શહેરવાસીઓએ કાયમ માટે મીઠી યાદોની ગાંસડી બાંધી આપી હતી.
આર્થિક રીતે નબળા વર્ગોનું ઉત્થાન થશેઃ ઘોડાસરા, ચેરમેન
ચેરમેન ઘોડાસરાના પ્રતિષ્ઠીત વ્યક્તિત્વ રજૂ કરતા મિનિટોની મુલાકાતમાં પધારેલ શુભેચ્છકોને બિન અનામત નિગમ વિશેની પુરતી માહિતી પુરી પાડી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, આર્થિક રીતે વંચિત રહી ગયેલા વર્ગોના ઉત્થાનનું કામ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં કેટલાય પરિવારોને રોજગારી, શિક્ષણ જેવી સમસ્યાઓથી વંચિત લોકોને આગળ વધારવા નિગમ મહત્વનો રોલ ભજવી રહ્યું છે.
ટુંકાગાળામાં રાજ્યના આર્થિક રીતે વંચિતોને લાભ પહોંચાડ્યોઃ કરણસિંહ, ડીરેક્ટર
GUEEDCના ડીરેક્ટરે જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગો માટે અમલમાં આવતાં જ રાજ્ય સરકાર અને નિગમના ચેરમેન સહિત હોદ્દેદારોની કાર્યપદ્ધતિથી ગુજરાતના વંચિતો સુધી લાભ પહોંચી રહ્યો છે. તેમજ આગામી સમયમાં વધુ લોકો સુધી પહોંચવાનો ધ્યેય નક્કી કર્યો છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, દરેક જિલ્લામાં આર્થિક રીતે નબળા વર્ગોની કચેરી આવેલી છે. જ્યાં પહોંચી લાભાર્થીઓ માર્ગદર્શન મેળવી શકે છે.
નિગમની શૈક્ષણિક અભ્યાસ અને સ્વરોજગારલક્ષી યોજનાઓ પણ જાણીએઃ
બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની દ્વારા શૈક્ષણિક અભ્યાસ અને સ્વરોજગાર મેળવવા વિવિધ લોન અને લાભ આપવામાં આવે છે. લાભાર્થીઓને મળનારા લાભો વિશેની માહિતી નીચે મુજબ છે. તેમજ આયોગ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા વેબસાઈટ www.gueedc.gujarat.gov.in પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. તેમજ ઓનલાઈન અરજી પણ કરી શકો.
1. ભોજન બીલ સહાય
બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેસ્નાતકકક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખની લોન ૪ ટકાના સાદા વ્યાજે આપવામાં આવે છે.
2. વિદેશ અભ્યાસ લોન
ધોરણ-૧૨ પછીફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રીમાટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫..૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.
3. ભોજન બીલ સહાય
બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેસ્નાતકકક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય.
4. ટયુશન સહાય
બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧, ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોયતેવાવિદ્યાર્થીઓનેપ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે. કોઈ પણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વ્રારા સંચાલીત ટયુશન/કોચીંગ ક્લાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાંવિદ્યાર્થીઓનેઉપરમુજબ નીસહાય મળવા પાત્ર.
5. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળતથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતીપરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જેઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.
6. જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય
બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટની તૈયારીના કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય.
સ્વરોજગારલક્ષી યોજનાઓની લોન અને લાભઃ
1. રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનો માટે

વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી લોન આપવામાં આવે છે. યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર.
2. રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનો માટે
વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન. યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.
3. રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે
વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન. યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.