આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની આરટીઓ કચેરીમાં લાયસન્સ સંબંધિત કામે આવતાં અરજદારો પૈકી પાન-મસાલાના શોખીનો માટે સવલત ઊભી થઈ છે. કચેરી કમ્પાઉન્ડમાં આવેલી બિલ્ડિંગના ગેટમાં પ્રવેશ કરતા બંને બાજુ મસાલાની પિચકારી માટે જગ્યા બની છે. આરટીઓ દ્વારા મસાલાવાળા અરજદારોને ગંદગીનો ડર દૂર કરાયો છે.પાટણ શહેરમાં આવેલી માર્ગ વાહન વ્યવહારની કચેરી મસાલાના શોખીન અરજદારોને વિશેષ સગવડ આપી રહી છે. પિચકારી મારવા કચેરી બહાર ન જવું પડે અને કમ્પાઉન્ડમાં જ વ્યવસ્થા હોય તેવી સગવડ બની ગઈ છે. આરટીઓ કચેરીના બે પૈકી એક દ્વારની બંને બાજુ પાંચથી સાત ફૂટ ની જગ્યા પિચકારીથી ભરાઈ ગઈ છે. અરજદારોને લાયસન્સ સંબંધિત કામે કચેરી અંદર પ્રવેશ કર્યા બાદ પિચકારી મારવા દૂર જવું પડતું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે લીલોતરીની જગ્યા જાણે આરટીઓ દ્વારા મસાલાના શોખીનો માટે ફાળવી પિચકારી મારવા બનાવી દીધાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. આવી સ્થિતિમાં સ્વચ્છ ભારત અભિયાનનું સૂરસૂરિયું થઈ ગયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code