ડીસા: ભોયણ નજીક બનાસડેરીનું ટેન્કર પલટી જતા હજારો લીટર દૂધનો વેડફાટ
અટલ સમાચાર, ડીસા પાલનપુર-ડીસા હાઇવે પર ભોયણ નજીક ગુરૂવારે સવારે બનાસડેરીનું ટેન્કર પલટી ગયુ હતુ. જેથી ટેન્કરમાં ભરેલું હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઇ ગયુ હતુ. ઘટનાને લઇ ઘડીભર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-ડીસા હાઇવે ભોયણ નજીક નૂતન કોલ્ડસ્ટોરેજ પાસે ગુરૂવારે સવારે બનાસડેરીના ટેન્કર ચાલકે કાબુ ગુમાવતાં ટેન્કર ડીવાઈડર તોડી સામેના ભાગે સર્વિસ
                                          Aug 22, 2019, 13:31 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, ડીસા
પાલનપુર-ડીસા હાઇવે પર ભોયણ નજીક ગુરૂવારે સવારે બનાસડેરીનું ટેન્કર પલટી ગયુ હતુ. જેથી ટેન્કરમાં ભરેલું હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઇ ગયુ હતુ. ઘટનાને લઇ ઘડીભર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-ડીસા હાઇવે ભોયણ નજીક નૂતન કોલ્ડસ્ટોરેજ પાસે ગુરૂવારે સવારે બનાસડેરીના ટેન્કર ચાલકે કાબુ ગુમાવતાં ટેન્કર ડીવાઈડર તોડી સામેના ભાગે સર્વિસ રોડ ઉપર પલટી ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટતાં તેમાંથી હજારો લીટર દૂધ રોડ ઉપર ઢોળાયું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી.


