ડીસાના ભોંયમાં 11 વર્ષની સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરતાં ખળભળાટ

અટલ સમાચાર,ડીસા ગુજરાત સરકાર ધ્વારા સુરક્ષાના દાવા ધીમેે ધીમે પોકળ સાબિત થઇ રહયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા નજીક એક સગીરાનું નરાધમોએ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આર્ચયું હતુ. પોલીસે હાલ તો ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેના પરિવાર દ્વારા નોંધાવવામાં આવી છે. ડીસા નજીક ભોંય ગામે
 
ડીસાના ભોંયમાં 11 વર્ષની સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરતાં ખળભળાટ

અટલ સમાચાર,ડીસા 

ગુજરાત સરકાર ધ્વારા સુરક્ષાના દાવા ધીમેે ધીમે પોકળ સાબિત થઇ રહયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.    બનાસકાંઠા જીલ્લાના ડીસા નજીક એક સગીરાનું નરાધમોએ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આર્ચયું હતુ. પોલીસે હાલ તો ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેના પરિવાર દ્વારા નોંધાવવામાં આવી છે.

ડીસા નજીક ભોંય ગામે ૧૧ વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાના પિતાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પાંચ દિવસ પહેલા તેમની દિકરી ખેતરમાં ગઇ ત્યારથી તે ગુમ હતી. હકમાજી ઠાકોરે તેનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ડીસા હાઈવે પર છોડી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આખી ઘટના પોતાના પરિવારને જણાવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેણીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના કારણે પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભાખર ગામના હકમાજી ઠાકોરે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાના પિતાએ ડિસા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.