નારાજગી@સમાજઃ ‘ક્ષત્રિય’ અને ‘ઠાકોર’ અંગે નીતિન પટેલની ટિપ્પણીથી વિવાદ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સિંહોના રક્ષણ મામલે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર અને ક્ષત્રિયની કોમેન્ટ કરી ભેદરેખા ઉભી કરતા વિવાદ ઉભો થયો છે. ઠાકોર સમાજ દ્વારા નીતિન પટેલ સામે સોશ્યલ મિડીયામાં વિરોધ થઈ રહ્યો છે. આથી ક્ષત્રિય દરબાર અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર આપી સરકાર સુધી નારાજગી રજૂ
 
નારાજગી@સમાજઃ ‘ક્ષત્રિય’ અને ‘ઠાકોર’ અંગે નીતિન પટેલની ટિપ્પણીથી વિવાદ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સિંહોના રક્ષણ મામલે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર અને ક્ષત્રિયની કોમેન્ટ કરી ભેદરેખા ઉભી કરતા વિવાદ ઉભો થયો છે. ઠાકોર સમાજ દ્વારા નીતિન પટેલ સામે સોશ્યલ મિડીયામાં વિરોધ થઈ રહ્યો છે. આથી ક્ષત્રિય દરબાર અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર આપી સરકાર સુધી નારાજગી રજૂ કરવા નક્કી કર્યું છે.

નારાજગી@સમાજઃ ‘ક્ષત્રિય’ અને ‘ઠાકોર’ અંગે નીતિન પટેલની ટિપ્પણીથી વિવાદ

નીતિનભાઈ પટેલે વિધાનસભામાં કોંગ્રેસના આગેવાનનું નામ લઈ ક્ષત્રિય અને ઠાકોર સમાજની ભેદરેખા અંગે સવાલ ઉભો કર્યો હતો. આગેવાનના નામ પાછળ સિંહ લાગતું હોવાથી તેઓ ક્ષત્રિય છે કે ઠાકોર છે તેવો સવાલ ઉભો કરી પડકાર ફેંકતા સામાજીક નારાજગી ઉભી થઈ છે. નીતિન પટેલની કોમેન્ટથી ઠાકોર સમાજમાં રોષની લાગણી ઉભી થઈ છે. જેથી સોશ્યલ મિડીયામાં નાયબ મુખ્યમંત્રીનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.

નારાજગી@સમાજઃ ‘ક્ષત્રિય’ અને ‘ઠાકોર’ અંગે નીતિન પટેલની ટિપ્પણીથી વિવાદ

વિવાદીત સવાલ સામે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે જણાવ્યું હતું કે, રાજકીય મહેચ્છા પુરી કરવા નીતિનભાઈ પટેલે આવા શબ્દો ઉચ્ચાર્યા છે.

નારાજગી@સમાજઃ ‘ક્ષત્રિય’ અને ‘ઠાકોર’ અંગે નીતિન પટેલની ટિપ્પણીથી વિવાદ
સોશ્યલ મિડીયામાં નારાજગી

જેથી ક્ષત્રિય દરબાર અને ઠાકોર સંગઠનો એકઠા થઈ આગામી દિવસોએ ભારે નારાજગી સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપીશું.

સોશ્યલ મિડીયામાં સામાજીક સમરસતા

નીતિન પટેલે ટિપ્પણી કરી સામાજીક ભેદ ઉભો કરતા ક્ષત્રિય અને ઠાકોર સમાજમાં તેની પોઝીટીવ અસર થઈ છે. ભેદભાવ ન હોવાની વાત સાથે ક્ષત્રિય અને ઠાકોર સમાજના યુવાધન દ્વારા સોશ્યલ મિડીયામાં એકતા બતાવી સામાજીક સમરસતા રજૂ કરી રહ્યા છે. કેટલાક સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે, માત્ર સામાજિક વ્યવહારો અલગ છે. પરંતુ બન્ને સમાજની લાગણી એકબીજા સાથે જોડાયેલી છે.

વિરોધ કેમ ઉભો થયો?

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સિંહોના મોત અંગે વ્યક્ત કરાયેલી ચિંતાનો જવાબ આપતાં કહ્યું કે, ગુજરાત સરકાર આ બાબતે ગંભીર છે અને પગલાં ભર્યા છે. પછી હસતાં હસતાં કહ્યું કે, અમારે ત્યાં તો સિંહો સંપૂર્ણ સુરક્ષિત છે. પછી તે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય અને જયદ્રથસિંહ પરમાર સહિતના અનેક ધારાસભ્યોને જોઈ લો. જ્યારે ઠાકોર અને ક્ષત્રિય સમાજની વાત નીકળે ત્યારે કોંગ્રેસ માધવસિંહની વાત કરે છે. હવે તો ભરતસિંહ સોલંકી જ સ્પષ્ટતા કરી શકે કે તેઓ ઠાકોર છે કે ક્ષત્રિય.