આફતઃ અમદાવાદમાં ગરીબોને ટિફિન આપતાં, સેવાકર્મીને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ કોરોનાને કારણે ત્રીજા સ્ટેજ પર પહોંચી ચુક્યું છે. દરરોજ કોરોનાના કેસને કારણે અમદાવાદ હોટસ્પોટ બની ચુક્યું છે અત્યાર સુધી અમદાવાદમાં કુલ 64 કેસ કોરોના પોઝિટિવના મળ્યા છે. આ 64 કેસમાં કેટલાંક કેસ વિદેશી વ્યક્તિના સંપર્કને કારણે તો કેટલાંક કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે.દિલ્હીમાં નિઝામુ્દ્દીન તબલીગી જમાતમાંથી અમદાવાદ પહોંચેલો લોકો પણ
 
આફતઃ અમદાવાદમાં ગરીબોને ટિફિન આપતાં, સેવાકર્મીને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ કોરોનાને કારણે ત્રીજા સ્ટેજ પર પહોંચી ચુક્યું છે. દરરોજ કોરોનાના કેસને કારણે અમદાવાદ હોટસ્પોટ બની ચુક્યું છે અત્યાર સુધી અમદાવાદમાં કુલ 64 કેસ કોરોના પોઝિટિવના મળ્યા છે. આ 64 કેસમાં કેટલાંક કેસ વિદેશી વ્યક્તિના સંપર્કને કારણે તો કેટલાંક કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે.દિલ્હીમાં નિઝામુ્દ્દીન તબલીગી જમાતમાંથી અમદાવાદ પહોંચેલો લોકો પણ સંક્રમિત હોવાને કારણે કેસ વધી ચુક્યા છે. આવામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ કેસની હિસ્ટ્રી શું છે તે છેલ્લાં 7 દિવસમાં શોધી શકાઈ નથી. કારણ કે 7 દિવસ પહેલાં આ કેસમાં ગરીબોને ટીફીન પહોંચાડતાં વ્યક્તિને કોરોના થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મણિનગરના પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં 55 વર્ષીય વિજયરાજસિંઘ લોઢાને કોરોના થતાં ચકચાર મચી છે. વિજયરાજસિંઘ લોઢા સેવાના ઉદ્દેશથી ટિફિન સેવા આપનારી સંસ્થા સાથે સંકળાયેલાં હતા. ગરીબોને તેઓ વિનામુલ્યે ટિફિન પૂરા પાડતા હતા. તેઓને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાલ મ્યુ. તંત્રએ શરુ કરી છે. વિજયસિંઘને 30મી માર્ચે તાવ આવતાં તેઓ કાંકરિયાના ડો.હિતેશ વાસણવાલાને ત્યાં સારવાર માટે ગયા હતા. જે બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજયરાજસિંઘ સાથે હાલ ટીફીન સર્વિસ આપતાં 6 લોકો અને સારવાર આપતાં ડોક્ટરને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ફેમિલીના 3 લોકોને પણ કોરેન્ટાઈન કેન્દ્રમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરિવારમાં દૂઘ આવતાં વ્યક્તિને પણ હાલ કોરોન્ટાઈન કરી લીધા છે.

અમદાવાદ મ્યુ કમિશનરે આજે રાજકારણીઓને પણ ટકોર કરી છે કે સેવાકીય પ્રવૃત્તિ અને રસોડા દ્રારા લોકોને અન્ન પીરસવાને બદલે સીએમ અને પીએમ રાહત ફંડમાં જો રાહત આપવામાં આવે તો તે વધારે યોગ્ય રહેશે. કેમણે એમ પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યકિત મદદ માટે સંપર્ક કરેતો બેન્ક એકા્ટ લઈ તેમાં મદદ કરવી. આજે પણ બજારમાં જીવનજરુરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ છે.